Activities

સંસ્થાની પ્રવૃત્તિ

શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ , સુરત. સ્વ. છો. હ. વ્યાસ અતિથિગૃહ ૯, મોરાર નગર સોસાયટી, રાયન ઇન્ટરનેશનલ સ્કુલ પાસે, રાંદેર રોડ, સુરત. સંસ્થાની કાયમી પ્રવૃતિઓ

શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ, સુરત આયોજીત સ્વ. શ્રીમતી ભાનુમતિબેન અને શ્રી રમણિકલાલ મંછારામ વ્યાસ અને શ્રી રવીન્દ્ર ગ.મજમુદાર સ્મૃતિ શિવનામ સ્મરણ

સવારે ૭.૩૦ કલાકે શરૂ થઈ પૂણૉહૂતિ થઇ શિવભકતો આખા દિવસ ભજન કિતૅન ધૂનમાં રચ્યા પચ્યા રહે છે. સાંજે ૭.૩૦ કલાકે આરતી બાદ સર્વ જ્ઞાતિજનો મહાપ્રસાદ લઈ સર્વે છૂટા પડે છે. જ્ઞાતિજનોનો સહકારથી જ સંગઠનના પાયારૂપ પ્રવૃતિને વેગ મળતો હોય છે તેનું આ નક્કર ઉદાહરણ છે.

નૂતન વષૅ સ્નેહ મિલન કાયૅક્રમ

સુરત સ્થિત સ્થાનિક મંડળો સાથે સંગઠિત થઈ પ્રતિવષૅ યોજાતા નૂતનવષૅ મિલન સમારંભની ઉજવણી કરે છે. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉત્સાહ પૂવૅક એકબીજાને મળી નૂતન વષૅની શુભકામના પાઠવી આનંદથી સ્વરૂચિ ભોજનનો આસ્વાદ માણે છે.

શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સ્થાપિત અને સંચાલિત પાલવાડા સમાજ પત્રિકા

સૌજન્ય : શ્રી ગણપતિશંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્ર્સ્ટ

સંસ્થા દ્રારા નિયુકત પ્રકાશન સમિતિના સભ્યો દ્રારા સંચાલન અને પ્રતિમાસની ૧ તારીખે પ્રકાશિત કરવામાં આવે છે. સતત ૫૪ વષૅથી પ્રકાશિત થતી આ પત્રિકાના હાલ ૧૮૩૦ જેટલા આજીવન સભ્યો છે. (દેશમાં અને પરદેશમાં સામાજીક સ્તરે અને વિવિધ ક્ષેત્રમાં જ્ઞાતિજનોની સફળતાની નોંધ, જ્ઞાતિ સમાચારો, સંસ્થા સમાચારો, લગ્નવિષયક માહિતીઓ તેમજ બૌધ્ધિક સાહિત્યિક વિગતો લોકો સુધી પહોચાડે છે. પત્રિક ઈ-બુકની કાયૅવાહી પૂણૅ થતા પ્રતિ માસ નો અંક વેબસાઈટ પર મૂકવામાં આવે છે. તથા વેબસાઈટ પર અન્ય જરૂરી માહિતી મુકવા બાબત વિચારાધિન છે.

શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ આયોજીત શ્રી ગણપતિશંકર ઈ. મજમુદાર (૫) ચે. ટ્ર્સ્ટના સૌજન્યથી “ આશા- વીરેન્દ્ર કાવ્ય સંગીત”

સમાજના ઉભરતા કવિઓ- નીવડેલા કવિઓ અને કાવ્ય રસિકો ઉમંગભેર કાયૅક્રમમાં ભાગ લે અને માણે છે જુજ જોવા મળતો આ કાયૅક્રમ સમાજના દાતા અને કાવ્યરસિક શ્રોતાગણના ઉત્સાહને આભારી છે. સંસ્થા પ્રતિવષૅ આ કાયૅક્રમ કરવા ઈરછુક છે.

શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત આયોજીત,શ્રી પાલવાડા કેળવણી મંડળ પ્રેરિત શ્રી ગાંડુભાઇ ઇચ્છારામ દેસાઇ અને શ્રી સન્મુખરામ દલપતરામ પાઠક સ્મૃતિ શ્રાવણી પર્વ

સંસ્થા દ્રારા પ્રતિવર્ષ સંસ્કાર ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ભાગ લેનાર જ્ઞાતિજનોને શ્રી અભયભાઇ શુકલ અને સાથી બ્રાહ્મણો પિતૃતપૅણ વિધિથી શાસ્ત્રોકત રીતે જનોઈ બદલાવે છે. સૌ જ્ઞાતિજનો સંગઠિત થાય છે. સાથે સમૂહ ભોજન રખાય છે.

શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત આયોજીત શ્રીમતી સુકન્યાબેન હરકાંતરાય પાઠક હોમાત્મક લધુરૂદ્ર