તંત્રી / વ્ય્વસ્થાપક નો સંદેશ

વષૅ ૨૦૨૧ ના ગ્લોબલ વલ્ડૅમાં આપનું સ્વાગત છે. હાલના સમયનો અતિવિકાસ પામતું એક નવું જગત એટલે ઓનલાઈન જગત આ વિશાળ ફલક પર આજે ફરી હરણફાળ ભરવા સજ્જ થઈ આપ સમક્ષ અમે ઉપસ્થિત થયા છે. કોમ્યુટરથી લેપટોપ અને લેપટોપથી ચાલેલી આ ઓનલાઈન સફર હાથેળીમાં જાણે વિશ્ર્વની ખબર, માહિતી અને વિવિધ પ્રકારની ઉપલબ્ધિઓ આવી ગઈ છે. આ જગત સાથે નાના મોટા સૌ અનેક રીતે ખૂબ ઝડપથી અને મોટાપ્રમાણમાં જોડાતા ગયા છે. આ સૌ સાથે અમે પાલવાડા સમાજ પત્રિકા પ્રકાશન સામિતિ અને સમ્રગ સંસ્થા શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત પણ નવયુગનો પ્રારંભ કરતા પત્રિકાને ડિજીટલ માધ્યમ પર આપની સમક્ષ પ્રકાશિત કરવા જઈ રહયા છે. આપશ્રી સૌ હવે ઝડપી સવલતના સમય મુજબ અને સવલત પ્રમાણે તમારી જગ્યાએ બસ ઈન્ટરનેટની એક કલીક કરી મોબાઈલના માધ્યમથી પત્રિકા જોઈ શકશો. ડિજીટલ પ્લેટફોમૅ અને હાલની ઓનલાઈન દુનિયા સાથેનો પાલવાડા સમાજ પત્રિકાનો અમે ભવિષ્યનો નવો પાયો નાંખવા જઈ રહ્યા છીએ.

આ પત્રિકાની વેબસાઈટ પર આપણે અનેક માહિતી સભર લેખો, વિગતો, કવિતાઓ વગેરે પ્રકાશિત કરી શકશું ફિઝીકલ પત્રિકામાં જે આપણે મયૉદિત પાના સાથે પ્રકાશિતની કાયૅવાહી કરવી પડે છે તે મયૉદા અહીં આ વેબસાઈટના માધ્યમમાં રહેતી નથી એ આપણે માટે ગૌરવની વાત છે. આ માધ્યમથી આપણે અનેક લોકો જે દેશ-વિદેશ રહે છે કે વ્યવસાયિક પ્રવૃતિના કારણે પ્રત્યક્ષ રીતે પત્રિકાને નિયમિત વાંચનમાં લઈ શકતા નથી. તેઓશ્રીને ટ્રાવેલિગમાં, વેઈટીગ ટાઈમમાં કે કોઈ અન્ય સ્પેર ટાઈમમાં હાથવગી પત્રિકા ઉપલબ્ધ થશે અને તેઓ વાંચનમાં લઈ શકશે. જેમને ત્યાં ટપાલની તકલીફ છે અને પત્રિકા સમયસર નથી પહોચતી તેવી વ્યક્તિઓ સુધી પણ આ માધ્યમથી અમે પહોચવાના પ્રય્તનમાં સફળ થઈ, તે તમામની પાલવાડા સમાજ પત્રિકા પ્રત્યેની લાગણીને બીરધવા માંગીએ છીએ.