સંસ્થાની પ્રવ્રુતીઓ

શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ , સુરત.

સ્વ. છો. હ. વ્યાસ અતિથિગ્રૃહ ૯, મોરાર નગર સોસાયટી, રાયન ઇન્ટરનેશનલ સ્કુલ પાસે, રાંદેર રોડ, સુરત.

સંસ્થાની કાયમી પ્રવૃતિઓ

શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત આયોજીત,

શ્રી પાલવાડા કેળવણી મંડળ પ્રેરિત શ્રી ગાંડુભાઇ ઇચ્છારામ દેસાઇ અને શ્રી સન્મુખરામ દલપતરામ પાઠક સ્મૃતિ શ્રાવણી પર્વ

સંસ્થા દ્રારા પ્રતિવષઁ સંસ્કાર ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ભાગ લેનાર જ્ઞાતિજનોને શ્રી અભયભાઇ શુકલ અને સાથી બ્રાહ્મણો પિતૃતપૅણ વિધિથી શાસ્ત્રોકત રીતે જનોઈ બદલાવે છે. હાજર સૌ જ્ઞાતિજનો સંગઠિત થઈ સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડે છે.

શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત આયોજીત શ્રીમતી સુકન્યાબેન હરકાંતરાય પાઠક હોમાત્મક લધુરૂદ્ર

પ્રતિ વષૅ યોજાતા આ કાયૅક્મ થકી સંસ્કારભવન ની ભૂમિ પર ૧૯ જેટલા લધુરૂદ્ર કરવામાં આવ્યા છે. જેનો શ્રેય દાતા પરિવારો અને સંસ્થાના કાયૅક્રરોને આભારી છે. દાતાશ્રીઓનો સહકારાત્મક અભિગમ ને કારણે આ મોધવારીના સમયમાં સફળતાપૂવૅક આ કાયૅક્રમ પાર પાડી શકીએ છીએ. શ્રી વિરેન્દ્રભાઈ તથા શ્રીમતી આશાબેન મજમુદાર તરફથી મહાપ્રસાદ સૌજન્ય જાહેર થયું છે. આભાર સહ__________

આજ રીતનો સહકાર ભવિષ્યમાં પણ મળી રહેશે તેવી અપેક્ષા_____

આવનારી પ્રવ્રુતીઓ

About Patrika

About Palwada Samaj

પાલવાડા સમાજ પત્રિકાના હોદેદારો.
શ્રી ગૌતમ મગનલાલ ઉપાધ્યાય

તંત્રી : પાલવાડા સમાજ પત્રિકા : પાલવાડા સમાજ પત્રિકા

શ્રી આનંદ દિપકચંદ્ર પાઠક

વ્યવસ્થાપક : પાલવાડા સમાજ પત્રિકા : પાલવાડા સમાજ પત્રિકા

શ્રી હેમેન દિલિપભાઈ દેસાઈ

સહ તંત્રી : પાલવાડા સમાજ પત્રિકા : પાલવાડા સમાજ પત્રિકા

શ્રી પ્રણવ તૃષારભાઈ ત્રિવેદી

સહ વ્યવસ્થાપક : પાલવાડા સમાજ પત્રિકા : પાલવાડા સમાજ પત્રિકા

શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત ના હોદેદારો
શ્રી જીગ્નેશ ભૂ . વ્યાસ

પ્રમુખ: શ્રી પા. ઔ.મં ,સુરત : પાલવાડા સમાજ

શ્રી મયંક સુમંતરાય ત્રિવેદી

ઉપપ્રમુખ શ્રી પા .ઔ.મં ,સુરત : પાલવાડા સમાજ

શ્રી ઉજ્જવલ વ્યાસ

ઉપપ્રમુખ શ્રી પા .ઔ.મં ,સુરત : પાલવાડા સમાજ

શ્રી ધૈર્યેશ નવિંચંદ્ર વ્યાસ

મંત્રી શ્રી પા .ઔ.મં ,સુરત : પાલવાડા સમાજ

શ્રી યોગીન દર્શનચંદ્ર પાઠક

સહ મંત્રી શ્રી પા .ઔ.મં ,સુરત : પાલવાડા સમાજ

શ્રી સુધીર ચંદ્રકાન્ત ભટ્ટ

ખજાનચી શ્રી પા .ઔ.મં ,સુરત : પાલવાડા સમાજ

પ્રમુખશ્રીનુ નિવેદન

વ્હાલા પાલવાડાજનો - જ્ઞાતિજનો,

નમસ્કાર.... આપણું મુખપત્ર "પાલવાડા સમાજ" માટેની વેબસાઈટ નું પુનઃ સિધ્ધિ ની દ્વિવિધ ઊર્મિ અનુભવું છું. અગાઉ પણ શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત એ (સંચાલક મંડળે) વેબસાઈટ દ્ધારા જ્ઞાતિજનો ને મળવાના શુભ પ્રયત્નો ખાસ્સા સમય માટે પ્રસારિત કરતા આ પ્રણાલી ના અનેક વિઘ્નો વચ્ચે પ્રયાસો ખોટકાતા રહ્યા જેનો અમોને ખેદ છે જ. કાર્યકરોની શુભ ભાવના સાથે પ્રારંભાયેલા નિષ્ઠાવાન પ્રયત્નોને પરમકૃપાળુ ની દયા થકી સિધ્ધિ ની મજલે પહોંચાડીએ છીએ ત્યારે કંઈક કરી શક્યા નો સંતોષ સ્વાભાવિક થાય જ છે.

પાલવાડા પત્રિકા જ્ઞાતિજનો ને એકમેકથી જોડતું એકમાત્ર અને અદ્ધિતીય માધ્યમ છે. એ નિર્વિવાદ અને સર્વસ્વીકાર્ય પાયાની હકીકત છે જ્ઞાતિસેવા અને સમ્યક - ગઠન - સંગઠન એ બે ઉચ્ચ આદર્શો ને સમર્પિત પત્રિકા ના આ પુનઃપદાર્પણ પ્રસંગે પરમેશ્વર ને ઊંડા અંતરેથી પ્રાર્થના કે વેબસાઈટ કૃત્ય વિસ્તરતું રહે, સંચારિત થતું રહે અને જ્ઞાતિજનો સુધી પ્રસારિત થતું રહે....

અસ્તુ....

જય પાલવાડા....

જિજ્ઞેશ ભુપેન્દ્ર વ્યાસ

(પ્રમુખ - શ્રી પા. ઔ. મંડળ, સુરત)

" બીજાઓના હાથમાંથી કશું આંચકી લીધા વિના પોતાના હાથ અને હૈયા છલકાયેલા રાખવા એ ધ્યેયનિષ્ઠા નો એક મહત્વનો અંશ છે"

તંત્રી / વ્ય્વસ્થાપક નો સંદેશ

“THE YOUTH IS THE HOPE OF OUR FUTURE”

આજથી પુરા ૯૮ વર્ષ પહેલા ૧૯૧૩ માં સુરત ખાતે બ્રહ્મ સમાજનું દશમું અધિવેશન યોજાયું હતું. આ અધિવેશન માંથી જુદા જુદા સ્થળે સંગઠન સ્થાપી વિવિધ પ્રવૃતિઓ આદરવાનું આહવાન થયું. ઉત્તર ગુજરાતથી ૧૦૩૭ જેટલા બ્રાહ્મણો માંથી ૧૦૦૦ બ્રાહ્મણો દક્ષિણ ગુજરાતના પાલવાડા ના ૧૨ ગામોમાં સ્થિર થયા અને સહસ્ત્ર બ્રાહ્મણ કહેવાયા.

આ બાર ગામના જ્ઞાતિજનો જુદા જુદા ક્ષેત્રમાં આગળ વધતા સુરત ખાતે સ્થિર થયા.વિવિધ પ્રવૃતિઓમાં પરોવાયા. આજથી પુરા ૬૪ વર્ષ પહેલા એટલે કે ૧૯૪૭ માં સુરત જિલ્લાને આવરી લઇ જ્ઞાતિજનોએ "સુરત જિલ્લા ઔદીચ્ય મંડળ" ના નામે સંગઠન શરુ કર્યું.જેના પ્રથમ પ્રમુખ સ્વ. રમણીકલાલ વજેરામ જોષી, મંત્રી રમણલાલ રણછોડજી ભટ્ટ અને ખજાનચી સ્વ. ડૉ. સુરેશચંદ્ર ગણપતિશંકર વ્યાસ હતા. સુરત જિલ્લાનો તે સમયનો બહોળો વિસ્તાર અને વસ્તીનો વ્યાપ જોતા પ્રત્યેક પરિવાર સુધી પહોંચવું કઠીન જણાતા સ્વ. રમણીકલાલ વજેરામ જોષીએ કે જેઓ "નવસર્જન" મુખપત્રના તંત્રી હતા, સ્વાતંત્ર્ય સેનાની, કોર્પોરેટર તા. ૩-૯-૬૧ ના રોજ જ્ઞાતિજનોની સભા બોલાવી સંસ્થાના ઉપરોક્ત નામને વિધિવત બદલીને "શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ, સુરત" રાખવામાં આવ્યું. જેના પ્રથમ પ્રમુખ હતા સ્વ. રમણીકલાલ વજેરામ જોષી.

શુભેચ્છક