પ્રમુખશ્રી નું નિવેદન

ઉપપ્રમુખ નિવેદન,
વ્હાલા પાલવાડાજનો - જ્ઞાતિજનો,

નમસ્કાર.... આપણું મુખપત્ર "પાલવાડા સમાજ" માટેની વેબસાઈટ નું પુનઃ સિધ્ધિ ની દ્વિવિધ ઊર્મિ અનુભવું છું. અગાઉ પણ શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત એ (સંચાલક મંડળે) વેબસાઈટ દ્ધારા જ્ઞાતિજનો ને મળવાના શુભ પ્રયત્નો ખાસ્સા સમય માટે પ્રસારિત કરતા આ પ્રણાલી ના અનેક વિઘ્નો વચ્ચે પ્રયાસો ખોટકાતા રહ્યા જેનો અમોને ખેદ છે જ. કાર્યકરોની શુભ ભાવના સાથે પ્રારંભાયેલા નિષ્ઠાવાન પ્રયત્નોને પરમકૃપાળુ ની દયા થકી સિધ્ધિ ની મજલે પહોંચાડીએ છીએ ત્યારે કંઈક કરી શક્યા નો સંતોષ સ્વાભાવિક થાય જ છે.

પાલવાડા પત્રિકા જ્ઞાતિજનો ને એકમેકથી જોડતું એકમાત્ર અને અદ્ધિતીય માધ્યમ છે. એ નિર્વિવાદ અને સર્વસ્વીકાર્ય પાયાની હકીકત છે જ્ઞાતિસેવા અને સમ્યક - ગઠન - સંગઠન એ બે ઉચ્ચ આદર્શો ને સમર્પિત પત્રિકા ના આ પુનઃપદાર્પણ પ્રસંગે પરમેશ્વર ને ઊંડા અંતરેથી પ્રાર્થના કે વેબસાઈટ કૃત્ય વિસ્તરતું રહે, સંચારિત થતું રહે અને જ્ઞાતિજનો સુધી પ્રસારિત થતું રહે....

વેબસાઇટમાં સંપુર્ણ માહિતી ઉમેરવામાં આવી છે અને સોગાયોની વિવિધ પ્રવ્રુત્તિઓ પણ વિસ્તાર પુર્વક મુકેલ છે. આવનારા કાર્યક્રમોની સુચી પણ લોકો જોઇ શકે તેવી સુંદર આયોજન કરેલ છે તથા અહિ લગ્ન વિષયક માહિતી , નોકરી વિષયક મહિતી પણ મેળવી શકે તેવુ આયોજન કરેલ છે.

અસ્તુ....

જય પાલવાડા....

જિજ્ઞેશ ભુપેન્દ્ર વ્યાસ (પ્રમુખ - શ્રી પા. ઔ. મંડળ, સુરત)

" બીજાઓના હાથમાંથી કશું આંચકી લીધા વિના પોતાના હાથ અને હૈયા છલકાયેલા રાખવા એ ધ્યેયનિષ્ઠા નો એક મહત્વનો અંશ છે"