આજથી પુરા ૯૮ વર્ષ પહેલા ૧૯૧૩ માં સુરત ખાતે બ્રહ્મ સમાજનું દશમું અધિવેશન યોજાયું હતું. આ અધિવેશન માંથી જુદા જુદા સ્થળે સંગઠન સ્થાપી વિવિધ પ્રવૃતિઓ આદરવાનું આહવાન થયું. ઉત્તર ગુજરાતથી ૧૦૩૭ જેટલા બ્રાહ્મણો માંથી ૧૦૦૦ બ્રાહ્મણો દક્ષિણ ગુજરાતના પાલવાડા ના ૧૨ ગામોમાં સ્થિર થયા અને સહસ્ત્ર બ્રાહ્મણ કહેવાયા.
આ બાર ગામના જ્ઞાતિજનો જુદા જુદા ક્ષેત્રમાં આગળ વધતા સુરત ખાતે સ્થિર થયા.વિવિધ પ્રવૃતિઓમાં પરોવાયા. આજથી પુરા ૬૪ વર્ષ પહેલા એટલે કે ૧૯૪૭ માં સુરત જિલ્લાને આવરી લઇ જ્ઞાતિજનોએ "સુરત જિલ્લા ઔદીચ્ય મંડળ" ના નામે સંગઠન શરુ કર્યું.જેના પ્રથમ પ્રમુખ સ્વ. રમણીકલાલ વજેરામ જોષી, મંત્રી રમણલાલ રણછોડજી ભટ્ટ અને ખજાનચી સ્વ. ડૉ. સુરેશચંદ્ર ગણપતિશંકર વ્યાસ હતા. સુરત જિલ્લાનો તે સમયનો બહોળો વિસ્તાર અને વસ્તીનો વ્યાપ જોતા પ્રત્યેક પરિવાર સુધી પહોંચવું કઠીન જણાતા સ્વ. રમણીકલાલ વજેરામ જોષીએ કે જેઓ "નવસર્જન" મુખપત્રના તંત્રી હતા, સ્વાતંત્ર્ય સેનાની, કોર્પોરેટર તા. ૩-૯-૬૧ ના રોજ જ્ઞાતિજનોની સભા બોલાવી સંસ્થાના ઉપરોક્ત નામને વિધિવત બદલીને "શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ, સુરત" રાખવામાં આવ્યું. જેના પ્રથમ પ્રમુખ હતા સ્વ. રમણીકલાલ વજેરામ જોષી.
સંસ્થાએ તેની ૫૦ વર્ષની ગતિશીલ યાત્રા દરમ્યાન અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું. જેમાં મુખ્યતવે "શ્રાવણી પર્વ સમુહ યજ્ઞોપવિત, રક્તદાન શિબિર, રમતગમત હરિફાઇ, સંગીત સંધ્યા, સ્નેહમિલન, ગરબા હરિફાઇ, નાટ્ય પ્રવૃત્તિ" જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો વિગેરે. તા. ૨૪-૫-૬૨ ના રોજ પ્રથમવાર સંસ્થાએ સમુહ યજ્ઞોપવિતનું સાહસ કર્યું. જેમાં આઠ પરિવારના ૧૨ બટુકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બટુક દીઠ રૂ. ૫૧/- માં આયોજીત કાર્યક્રમથી એક નવીન વાતાવરણ ઉભું થયું અને સ્વ. રમણલાલ ભગવાનજી ભટ્ટના પ્રમુખપદે અને શ્રી મધુસુદન ગણપતિશંકર જોષીના મંત્રી પદે ૮૦ જેટલા બટુકોના સમુહ યજ્ઞોપવિતનું સફળ આયોજન થયું. સૌ જ્ઞાતિજનોના નિષ્ઠાસભર પ્રયાસોને કારણે સુરતના આંગણે ત્રણ મોટા સંમેલનોનું આયોજન થયું. તા. ૩૧-૫-૭૦, તા. ૧૨-૬-૭૭ અને ૧૦/૧૧-૨-૯૦ (અનુક્રમે વિઠ્ઠલવાડી અને હિન્દુ ધર્મશાળા, લાલદરવાજા ખાતે) આ સંમેલનોમાં પાલવાડાને વિરાટ જાગ્યો. અનેક મહાનુભાવોનો એમાં અનન્ય ફાળો રહ્યો. સ્વ. ઈશ્વરલાલ ઈચ્છારામ દેસાઈ, સ્વ. ચંપકલાલ ડા. વ્યાસ, સ્વ. નવિનચંદ્ર ર. વ્યાસ, ડૉ. રમેશચંદ્ર દેસાઈ, દલપતરામ વ્યાસ, નવનીતરાય ગ. વ્યાસ, દાતાશ્રી ગાંડુભાઇ ઈ. દેસાઈ વિગેરે આ સંમેલનને સફળ બનાવવા સુરતના મંડળના જ્ઞાતિજનોએ યુવકમંડળ, મહિલા મંડળની બહેનો કાર્યકરો વિગેરે એ અથાક પરિશ્રમ કરી સુરતને ગૌરવ આપ્યું ૧૯૮૪ માં વનિતા વિશ્રામ ખાતે પહેલા યુવા મિલનનું આયોજન થયું.
આ વિશાળ આયોજનથી સુરતના બે મકાનોને વિકસવાની તક મળી. સ્વ. છો. હ. વ્યાસ અતિથિગૃહ આપણું પ્રવૃત્તિ ધામ રહ્યું અને આ સ્થળેથી આપણે વિશાળ આયોજનનું સ્વપન સાકાર કર્યું જે આજે સમગ્ર સમાજનું તીર્થ સ્થાન બન્યું છે. તમામ મંડળોનું પ્રેરણા ભવન બન્યું છે. આપણા સૌને માટે આ ભગીરથ કાર્ય માટે વિરાટ પ્રકલ્પને પરિપૂર્ણ કરવાનું જ્ઞાતિના શ્રેષ્ઠ દાતાશ્રી વિરેન્દ્રભાઈ મજમુદાર (બટુકભાઈ) નો અસાધારણ ઉદાત્ત સહયોગ. સુરત જેવા અત્યંત મોંઘા શહેરમાં આવી યોજના કદાચ આવા દાતાશ્રીના સહકારથી જે શક્ય બની તે શ્રી પા. કે. મંડળ સંચાલિત " શ્રી ગ.ઈ.મજમુદાર અને શ્રીમતી અ.ગ.મજમુદાર સંસ્કાર ભવન".
સમગ્ર જ્ઞાતિજનો ને એક તંતુએ બાંધી શકે તે માટે જરુરી હતી એક માધ્યમની. આ માટે કોઈ મુખપત્ર આવશ્યક હતું. આ પ્રવૃત્તિ વ્યક્તિગત પ્રયાસ દ્વારા સ્વ. ઈશ્વરલાલ ઈચ્છારામ દેસાઈ અને સ્વ. ચંપકલાલ ડાહ્યાભાઈ વ્યાસ વગેરે એ "ઔદીચ્ય" ના નામે પત્રિકા શરુ કરી. આ પત્રિકાના તંત્રીઓ હતા સ્વ. ચંપકલાલ ડાહ્યાભાઈ વ્યાસ ત્યારબાદ વિદ્વાન પત્રકાર સાહિત્યકાર "લોકવાણી" પ્રતાપના તંત્રીશ્રી ઈશ્વરલાલ ઈ.દેસાઈ પરંતુ સમગ્ર કાર્યભાર વ્યક્તિગત ધોરણે મુશ્કેલ જણાતા શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરતના આશ્રયે ૧૯૬૨માં "પાલવાડા સમાજ" ના નામે મુખપત્ર શરુ કર્યું. જેના પ્રથમ તંત્રી હતા સ્વ. નવીનચંદ્ર રણછોડજી વ્યાસ એમની કાબેલીયત, ધારદાર કલમ અને સમાજના પ્રશ્નોની છણાવટને કારણે આ મુખપત્ર એ ઉત્તરોત્તર મહત્વનું સ્થાન મેળવ્યું એનો વ્યાપ અને વિસ્તાર વધ્યો. ત્રણસો ચારસો નકલ સાથે શરુ થયેલ મુખપત્ર આજે ૧૮૦૦ જેટલા ગ્રાહકો સુધી નિયમિત પંહોચે છે. આજ સુધીમાં ૧૨ જેટલા નિષ્ઠાવાન તંત્રીઓએ એનું સંવર્ધન કર્યું છે. વૈચારિક બદલાવ ને વાચા મળી છે. ૨૦૦૬ થી સ્વ. માર્કંડભાઈ ભટ્ટના તંત્રી પદે એના વિકાસની ગતિ અત્યંત વેગવાન બન્યું. ઑગષ્ટ ૨૦૦૬ ના વિનાશક પુરમાં તંત્રી સ્વ. માર્કંડભાઈના પ્રયત્નોથી જ્ઞાતિજનોને થયેલ પારાવાર નુકસાનનો અંદાજે વિદેશ સુધી મોકલી રાહત ફંડ મજબુત બનાવ્યું. એમના આકસ્મિક નિધનથી એમની જવાબદારી શ્રી ગૌતમભાઈ ઉપાધ્યાય તથા હેમેન દેસાઈ એ ઉપાડી છે. સાથે સહયોગ રહ્યો છે વ્યવસ્થાપક શ્રી મયંકભાઈ ત્રિવેદી, શ્રી આનંદ પાઠક અને સહકાર્યકરોનો આ મુખપત્રને આજ પહેલા દશેક જેટલા તંત્રીઓના નિરંતર નિષ્ઠાવાન પ્રયાસોને કારણે આપણે એક ચોક્કસ મુકામ પાર પહોંચ્યા છીએ. (યાદી અન્યત્ર પ્રસિદ્ધ છે.)
આ મંડળને ૬૧ વર્ષમાં જે પ્રબુદ્ધ અને દક્ષ નેતાગીરીનું માર્ગદર્શન મળ્યું છે તેમની યાદી અન્યત્ર પ્રસિદ્ધ છે. બહેનોએ પણ આ મંડળને હંમેશા સહયોગ આપ્યો છે. યુવક મંડળના કાર્યકરો એ તમામ પ્રવૃતિઓ માટે પોતાનો સકારાત્મક સહકાર આપ્યો છે.
સુરતના આંગણે છેલ્લા પચાસ વર્ષમાં પાલવાડાના ૧૨ ગામોમાંથી અનેક જ્ઞાતિ પરિવારો સ્થિર થયા છે. પ્રગતિ સાધી છે. વિકાસની પ્રક્રિયામાં સુરત ખાતે આજે પાલવાડાના ૪૫૦ થી ૫૦૦ જેટલા પરિવારોનો વિવિધ ક્ષેત્રમાં ઉદાર સહયોગ અને નોંધનીય છે. શિક્ષણ ક્ષેત્રમાં ડૉ. મહેશ ડા. દેસાઈ, જ્યોતિન્દ્રભાઈ વ્યાસ, ડૉ. મહેન્દ્રભાઈ જોષી, ડૉ. અરવિંદ જોષી સાહિત્ય ક્ષેત્રે આપણને મળ્યા છે. જેઓએ બૃહદ સમાજને આપણી સત્વસભર ઓળખ આપી છે. શ્રી નયનભાઈ દેસાઈ, શ્રી બકુલેશભાઈ દેસાઈ, શ્રીમતી યામિની વ્યાસ આવું જ સમૃદ્ધ ધન છે. આપણા કલા સાંસ્કૃતિક ક્ષેત્રે, સંગીત ક્ષેત્રમાં તેમજ જુદા જુદા ક્ષેત્રમાં નામી અનામી વ્યક્તિઓ આપણું ગૌરવ છે. જેઓએ આ સંસ્થાને ઉત્કૃષ્ટ સ્તરે પહોંચાડી છે આપણી જ્ઞાતિનું આ એક અનન્ય ઉજ્જવળ પાસું છે. જે ખંડિત ન થાય તે જોવાનો આપણો ધર્મ છે.
તબીબી ક્ષેત્રમાં આપણું મંડળ એક અનોખું સ્થાન ધરાવે છે. સુરત શહેરમાં વિવિધ ગામોના જ્ઞાતિ પરિવારોએ ૪૪ જેટલા તબીબો આપ્યા છે. જેમાં શહેર અને ગામના કાર્યકર તબીબોમાં સુરત મોખરે છે. જેમાં ૧૨ જેટલા તબીબ દંપતીઓનો સહયોગ, સેવા અને માર્ગદર્શન મળતું રહ્યું છે. જે આપણે માટે ગૌરવ છે.
આપણી સંસ્થા જે મુકામ પર પહોંચી છે વધુને વધુ સમૃદ્ધ, વેગવાન અને કાર્યરત બનાવી કાર્યક્રમો દ્વારા નવા સોપાનો સર કરી સંસ્થાને હીરક મહોત્સવ પ્રસંગની ઉજવણી તરફ લઇ જઈએ. આપણા અંગત વિભિન્ન વિચારોને સામૂહિક નિર્ણયો સાથે સકારાત્મક રીતે જોડીએ સામાજીક ઉત્તરદાયીત્વ ફરજ એ જ આજના મંડળથી બદલાતા સમયની માંગ છે. સુજ્ઞ જ્ઞાતિજનો ૬૧ વર્ષનો આપણો સમૃદ્ધ વારસો, આપણું બુદ્ધિધન, કલાધન, સાહિત્યનો પદ્મનોનું ટૂંકું અવલોકન જાણ્યું. આપણા સંપન્ન પરિવારો એ જે સહયોગ આપ્યો છે તે ક્યારેય ભૂલી શકાશે નહિ. પ્રત્યેક કાર્યકરો મંડળના વિવિધ અવસરે નબળા અને જરૂરિયાતમંદ પરિવારો ના પીડાભંજક પણ આપણને પ્રાપ્ત થયા છે. જેમાં આજ સુધી વિના સંકોચ પૂરી સંવેદનશીલતા તથા અત્યંત ઉદાત્તભાવના સાથે પ્રત્યેક પ્રસંગે ઉભી થતી કટોકટીનું નિવારણ આપણા શ્રી વિરેન્દ્રભાઈ (બટુકભાઈ) મજમુદાર કરતા રહ્યા છે. આપણી સંસ્થા તેમના યોગદાનને ક્યારેક વિસરી શકે નહિ.
વૈશ્વિક વમળો વીજવેગે પરિવર્તન લઇ રહ્યા છે. આપણી સંસ્કૃતિ, આપણી જીવન શૈલી ધરમૂળથી બદલાવવાના એંધાણ છે. આપણી સામાજીક વ્યવસ્થા હચમચી રહી છે બલ્કે તૂટી જતી.