"આપણા પાલવાડા સમાજનો અરીસો" એટલે પત્રિકા એવું કહી શકાય. કારણ કે બારે ગામોમાં થતી પ્રવૃત્તિઓનો ચિતાર જોવાનું, જાણવાનું અને માણવાનું માધ્યમ. આપણા સમાજના ઘરે-ઘરે અને ખૂણે-ખૂણે જો કોઈ પહોંચી શક્યું હોય તો તે "પત્રિકા". આપણને બધાને એક સૂત્રે સંગઠિત રાખવામાં પત્રિકાનું મુખ્ય યોગદાન રહ્યું છે. દર પહેલી તારીખે કાગડોળે રાહ જોવાનું પત્રક એટલે ચોક્કસ જ "પાલવાડા સમાજ પત્રિકા"
પુત્ર જન્મથી લઇ લગ્નવિષયક માહિતી, અભિનંદથી લઇ પ્રર્કિણ સુધીની તમામ માહિતી સભર સમાજનું પ્રતિબિંબ એટલે આપણી પાલવાડા સમાજ પત્રિકા. સામાજિક માહિતીથી ઘરે ઘર સંભારણું પ્રસારિત કરતુ માધ્યમ એટલે પાલવાડા સમાજ પત્રિકા. અનેક ઇતિહાસની નોંધનીય પ્રવૃત્તિની સાક્ષી રહી છે, એવી આ પત્રિકા આજના આધુનિક સમયમાં પણ સાતત્યપૂર્ણ રીતે નિયમિત પ્રકાશિત થાય છે.