તંત્રી / વ્ય્વસ્થાપક નો સંદેશ

એકવીસમી સદીના ગ્લોબલ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે !હ્યા છીએ.

હાલના સમયનું અતિવિકસિત એક નવું જગત એટલે ઓનલાઈન જગત. આ વિશાળ ફલક પર આજે ફરી હરણફાળ ભરવા સજ્જ થઈ, અમે આપ સમક્ષ ઉપસ્થિત થયા છીએ. કમ્પ્યુટરથી લેપટોપ અને લેપટોપથી મોબાઈલ સુધીની આ ઓનલાઈન સફરે જાણે વિશ્વની માહિતી, જ્ઞાન અને વિવિધ પ્રકારની ઉપલબ્ધિઓ આપણી હથેળીમાં લાવી દીધી છે.

આ જગત સાથે નાના-મોટા સૌ અનેક રીતે ખૂબ ઝડપથી અને મોટા પ્રમાણમાં જોડાતા ગયા છે. આ સાથે પાલવાડા સમાજ પત્રિકા પ્રકાશન સમિતિ તથા સમગ્ર સંસ્થા શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ, સુરત પણ નવયુગનો પ્રારંભ કરતાં પત્રિકાને ડિજિટલ માધ્યમ પર આપ સમક્ષ પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ.

આપશ્રી હવે પોતાની અનુકૂળતા મુજબ, ગમે ત્યારે અને ગમે ત્યાં, માત્ર ઈન્ટરનેટની એક ક્લિક દ્વારા પત્રિકા જોઈ શકશો. ડિજિટલ પ્લેટફોર્મ અને હાલની ઓનલાઈન દુનિયા સાથે પાલવાડા સમાજ પત્રિકાનો ભવિષ્ય માટેનો એક નવો પાયો આપણે નાંખી રહ્યા છીએ.

આ પત્રિકાની વેબસાઇટ પર આપણે અનેક માહિતીસભર લેખો, વિગતો, કવિતાઓ વગેરે પ્રકાશિત કરી શકીશું. મુદ્રિત (ફિઝિકલ) પત્રિકામાં મર્યાદિત પાનાં હોવાને કારણે પ્રકાશનમાં કેટલીક મર્યાદાઓ રહેતી હોય છે, પરંતુ આ વેબસાઇટના માધ્યમથી તેવી કોઈ મર્યાદા રહેશે નહીં. આ આપણા સૌ માટે ગૌરવની વાત છે.

આ માધ્યમ દ્વારા દેશ-વિદેશમાં વસતા તેમજ વ્યવસાયિક પ્રવૃત્તિઓના કારણે પત્રિકાનું નિયમિત વાંચન કરી શકતા ન હોય તેવા વાચકોને પણ લાભ મળશે. તેઓ મુસાફરી દરમિયાન, વેઇટિંગ ટાઈમમાં અથવા અન્ય કોઈ ફુરસદના સમયે સરળતાથી પત્રિકા વાંચી શકશે.

જે વિસ્તારોમાં ટપાલની મુશ્કેલીને કારણે પત્રિકા સમયસર પહોંચી શકતી નથી, ત્યાં પણ આ ડિજિટલ માધ્યમ દ્વારા અમે પહોંચવાનો સફળ પ્રયાસ કરી રહ્યા છીએ. આ રીતે પાલવાડા સમાજ પત્રિકા પ્રત્યેની દરેક સભ્યની લાગણીને વધુ મજબૂત અને જીવંત રાખવાનો અમારો નમ્ર પ્રયાસ છે.

અસ્તુ....
જય પાલવાડા....


તંત્રી, પાલવાડા સમાજ પત્રિકા