21 વાર ઉલ્કાપિંડ પડ્યા, જેમાંથી નાગૌરમાં પહેલીવાર ઘટના CCTVમાં કેદ
રાજસ્થાનની ધરતી પર આકાશમાંથી પડતા ગોળા(ઉલ્કાપિંડ) પહેલીવાર CCTV કેમેરામાં કેદ થતાં જ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. 3 જાન્યુઆરીના રોજ બનેલી આ રોમાંચક ઘટના બાદ વૈજ્ઞાનિકોની નજર નાગૌરના બડાયલી અને એની 40 કિમીની ત્રિજ્યામાં આવેલાં 15 ગામમાં ટકેલી છે. ઈસરોની ટીમ એનું રહસ્ય શોધવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં અત્યારસુધીમાં 21 ઉલ્કા પડ્યા છે. જીવન અને બ્રહ્માંડ સાથે જોડાયેલાં ઘણાં રહસ્યો આ પથ્થરોમાં છુપાયેલાં છે અને એની કિંમત કરોડોમાં છે. વર્ષ 2000 પછી રાજસ્થાનમાં અત્યારસુધીમાં 6 વિવિધ પ્રકારના ઉલ્કાની ઓળખ કરવામાં આવી છે.