યુક્રેનની સીમા પર એક લાખ રશિયાના સૈનિક ખડેપગે

રશિયા પછી યુરોપના સૌથી મોટા દેશ યુક્રેન પર યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યાં છે. અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી દેશ રશિયા અને યુક્રેનની વચ્ચેના ટકરાવને ટાળવાની કોશિશ કરી રહ્યાં છે. રાત-દિવસ રાજદૂતોની બેઠક થઈ રહી છે. જોકે યુક્રેન સીમાની પાસે ઉભેલી એક લાખથી વધુ સૈનિકો ધરાવતી રશિયાની સેનાએ યુરોપ, અમેરિકા સહિત વિશ્વના દેશોના શ્વાસને અધર કરી દીધા છે.

યુક્રેનની પશ્ચિમમાં યુરોપ છે અને પૂર્વમાં રશિયા. 1991માં સોવિયત સંઘથી અલગ થયા પછીથી આ દેશનો ઝોક પશ્ચિમ તરફ રહ્યો છે. જોકે આ વાત પૂર્વના પાડોશી દેશ રશિયાને પસંદ નથી અને તે તેની પર પ્રભાવ જમાવવાની કોશિશ કરતું આવ્યું છે.

રશિયાનું માનવું છે કે પશ્ચિમ યુરોપ તરફ ઝૂકેલું યુક્રેન તેની સુરક્ષા માટે ખતરો છે. આમ તો તણાવ પહેલેથી જ રહે છે પરંતુ તાજેતરના મહિનાઓમાં યુદ્ધ સુધી પહોંચી ગયો અને વિશ્વમાં ત્રીજું વિશ્વ યુદ્ધ થવાનો ખતરો સર્જાયો છે. સમગ્ર વિશ્વની નજર યુક્રેન પર ટકી છે. જોકે યુક્રેનમાં શું ચાલી રહ્યું છે? તે સમજવા માટે ભાસ્કરના રિપોર્ટર પૂનમ કૌશલે યુક્રેનના પત્રકાર નાતાલિયા ગુમેનયુક સાથે વાત કરી છે.

નાતાલિયા ચર્ચિત ઈન્ટરનેશનલ પત્રકાર છે અને સુરક્ષા અને ઈન્ટરનેશનલ મામલાઓની એક્સપર્ટ પણ છે. તે પબ્લિક ઈન્ટરસ્ટ જર્નાલિઝમ લેબની ફાઉન્ડર પણ છે. આ ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચતા પહેલા પોલમાં આપેલા સવાલોના જવાબ દ્વારા તમારો અભિપ્રાય જરૂર આપો.