શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત આયોજીત, શ્રી પાલવાડા કેળવણી મંડળ પ્રેરિત શ્રી ગાંડુભાઇ ઇચ્છારામ દેસાઇ અને શ્રી સન્મુખરામ દલપતરામ પાઠક સ્મૃતિ શ્રાવણી પર્વ
સંસ્થા દ્રારા પ્રતિવર્ષ સંસ્કાર ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ભાગ લેનાર જ્ઞાતિજનોને શ્રી અભયભાઇ શુકલ અને સાથી બ્રાહ્મણો પિતૃતપૅણ વિધિથી શાસ્ત્રોકત રીતે જનોઈ બદલાવે છે. હાજર સૌ જ્ઞાતિજનો સંગઠિત થાય છે. સમૂહ ભોજનનું આયોજન રખાય છે.
શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત આયોજીત શ્રીમતી સુકન્યાબેન હરકાંતરાય પાઠક હોમાત્મક લધુરૂદ્ર
પ્રતિ વષૅ યોજાતા આ કાયૅક્મ થકી સંસ્કારભવન ની ભૂમિ પર ૧૯ જેટલા લધુરૂદ્ર કરવામાં આવ્યા છે. જેનો શ્રેય દાતા પરિવારો અને સંસ્થાના કાયૅક્રરોને આભારી છે. દાતાશ્રીઓનો સકારાત્મક અભિગમ ને કારણે આ મોધવારીના સમયમાં સફળતાપૂર્વક આ કાયૅક્રમ પાર પાડી શકીએ છીએ. શ્રી વિરેન્દ્રભાઈ તથા શ્રીમતી આશાબેન મજમુદાર તરફથી મહાપ્રસાદ સૌજન્ય જાહેર થયું છે.
"આપણા પાલવાડા સમાજનો અરીસો" એટલે પત્રિકા એવું કહી શકાય. કારણ કે બારે ગામોમાં થતી પ્રવૃત્તિઓનો ચિતાર જોવાનું, જાણવાનું અને માણવાનું માધ્યમ. આપણા સમાજના ઘરે-ઘરે અને ખૂણે-ખૂણે જો કોઈ પહોંચી શક્યું હોય તો તે "પત્રિકા". આપણને બધાને એક સૂત્રે સંગઠિત રાખવામાં પત્રિકાનું મુખ્ય યોગદાન રહ્યું છે. દર પહેલી તારીખે કાગડોળે રાહ જોવાનું પત્રક એટલે ચોક્કસ જ "પાલવાડા સમાજ પત્રિકા"
પુત્ર જન્મથી લઇ લગ્નવિષયક માહિતી, અભિનંદથી લઇ પ્રર્કિણ સુધીની તમામ માહિતી સભર સમાજનું પ્રતિબિંબ એટલે આપણી પાલવાડા સમાજ પત્રિકા. સામાજિક માહિતીથી ઘરે ઘર સંભારણું પ્રસારિત કરતુ માધ્યમ એટલે પાલવાડા સમાજ પત્રિકા. અનેક ઇતિહાસની નોંધનીય પ્રવૃત્તિની સાક્ષી રહી છે, એવી આ પત્રિકા આજના આધુનિક સમયમાં પણ સાતત્યપૂર્ણ રીતે નિયમિત પ્રકાશિત થાય છે.
વ્હાલા પાલવાડાજનો - જ્ઞાતિજનો,
નમસ્કાર.... આપણું મુખપત્ર "પાલવાડા સમાજ" માટેની વેબસાઈટ નું પુનઃ સિધ્ધિ ની દ્વિવિધ ઊર્મિ અનુભવું છું. અગાઉ પણ શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત એ (સંચાલક મંડળે) વેબસાઈટ દ્ધારા જ્ઞાતિજનો ને મળવાના શુભ પ્રયત્નો ખાસ્સા સમય માટે પ્રસારિત કરતા આ પ્રણાલી ના અનેક વિઘ્નો વચ્ચે પ્રયાસો ખોટકાતા રહ્યા જેનો અમોને ખેદ છે જ. કાર્યકરોની શુભ ભાવના સાથે પ્રારંભાયેલા નિષ્ઠાવાન પ્રયત્નોને પરમકૃપાળુ ની દયા થકી સિધ્ધિ ની મજલે પહોંચાડીએ છીએ ત્યારે કંઈક કરી શક્યા નો સંતોષ સ્વાભાવિક થાય જ છે.
પાલવાડા પત્રિકા જ્ઞાતિજનો ને એકમેકથી જોડતું એકમાત્ર અને અદ્ધિતીય માધ્યમ છે. એ નિર્વિવાદ અને સર્વસ્વીકાર્ય પાયાની હકીકત છે જ્ઞાતિસેવા અને સમ્યક - ગઠન - સંગઠન એ બે ઉચ્ચ આદર્શો ને સમર્પિત પત્રિકા ના આ પુનઃપદાર્પણ પ્રસંગે પરમેશ્વર ને ઊંડા અંતરેથી પ્રાર્થના કે વેબસાઈટ ...
એકવીસમી સદીના ગ્લોબલ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ! હાલના સમયનું અતિવિકસિત એક નવું જગત એટલે ઓનલાઈન જગત. આ વિશાળ ફલક પર આજે ફરી હરણફાળ ભરવા સજ્જ થઈ, અમે આપ સમક્ષ ઉપસ્થિત થયા છીએ. કમ્પ્યુટરથી લેપટોપ અને લેપટોપથી મોબાઈલ સુધીની આ ઓનલાઈન સફરે જાણે વિશ્વની માહિતી, જ્ઞાન અને વિવિધ પ્રકારની ઉપલબ્ધિઓ આપણી હથેળીમાં લાવી દીધી છે..
આ જગત સાથે નાના-મોટા સૌ અનેક રીતે ખૂબ ઝડપથી અને મોટા પ્રમાણમાં જોડાતા ગયા છે. આ સાથે પાલવાડા સમાજ પત્રિકા પ્રકાશન સમિતિ તથા સમગ્ર સંસ્થા શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ, સુરત પણ નવયુગનો પ્રારંભ કરતાં પત્રિકાને ડિજિટલ માધ્યમ પર આપ સમક્ષ પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ.