Mythology
પોષ મહિનાના શનિવારે પ્રદોષ તિથિના સંયોગમાં કરવામાં આવતી શિવ પૂજા પુણ્ય ફળ આપનારી હોય છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે વર્ષનું પહેલું પ્રદોષ 29મી જાન્યુઆરીએ કરવામાં આવશે. આ સંયોગમાં કરવામાં આવતી પૂજાથી શનિના અશુભ પ્રભાવમાં થતી તકલીફોથી રાહત મળે છે. જે લોકો શનિની મહાદશા, સાડાસાતી અને ઢૈય્યાથી પરેશાન છે તેમના માટે આ દિવસ ખૂબ જ ખાસ રહેશે. આ દિવસે બારસ હોવાથી ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજાનો ખાસ સંયોગ બનશે.
પ્રદોષ એટલે સુદ અને વદ પક્ષની તેરસ તિથિ
સુદ અને વદ પક્ષની તેરસ એટલે તેરમી તિથિને પ્રદોષ કહેવામાં આવે છે. શિવપુરાણ પ્રમાણે શિવજીની પ્રિય તિથિ હોવાથી પ્રદોષમાં કરવામાં આવતી શિવ પૂજાનું ખાસ ફળ મળે છે. ભગવાન શિવ જ શનિદેવના ગુરુ છે. એટલે શ્રાવણ મહિનામાં શનિવારના દિવસે શિવ પૂજા કરવાથી શનિદોષના કારણે થતી તકલીફોથી રાહત મળે છે.