સંસ્થાની કાયમી પ્રવૃત્તિઓ

શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત આયોજીત, શ્રી પાલવાડા કેળવણી મંડળ પ્રેરિત શ્રી ગાંડુભાઇ ઇચ્છારામ દેસાઇ અને શ્રી સન્મુખરામ દલપતરામ પાઠક સ્મૃતિ શ્રાવણી પર્વ

સંસ્થા દ્રારા પ્રતિવર્ષ સંસ્કાર ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ભાગ લેનાર જ્ઞાતિજનોને શ્રી અભયભાઇ શુકલ અને સાથી બ્રાહ્મણો પિતૃતપૅણ વિધિથી શાસ્ત્રોકત રીતે જનોઈ બદલાવે છે. હાજર સૌ જ્ઞાતિજનો સંગઠિત થાય છે. સમૂહ ભોજનનું આયોજન રખાય છે.

શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત આયોજીત શ્રીમતી સુકન્યાબેન હરકાંતરાય પાઠક હોમાત્મક લધુરૂદ્ર

પ્રતિ વષૅ યોજાતા આ કાયૅક્મ થકી સંસ્કારભવન ની ભૂમિ પર ૧૯ જેટલા લધુરૂદ્ર કરવામાં આવ્યા છે. જેનો શ્રેય દાતા પરિવારો અને સંસ્થાના કાયૅક્રરોને આભારી છે. દાતાશ્રીઓનો સકારાત્મક અભિગમ ને કારણે આ મોધવારીના સમયમાં સફળતાપૂર્વક આ કાયૅક્રમ પાર પાડી શકીએ છીએ. શ્રી વિરેન્દ્રભાઈ તથા શ્રીમતી આશાબેન મજમુદાર તરફથી મહાપ્રસાદ સૌજન્ય જાહેર થયું છે.


પત્રિકા વિશે

"આપણા પાલવાડા સમાજનો અરીસો" એટલે પત્રિકા એવું કહી શકાય. કારણ કે બારે ગામોમાં થતી પ્રવૃત્તિઓનો ચિતાર જોવાનું, જાણવાનું અને માણવાનું માધ્યમ. આપણા સમાજના ઘરે-ઘરે અને ખૂણે-ખૂણે જો કોઈ પહોંચી શક્યું હોય તો તે "પત્રિકા". આપણને બધાને એક સૂત્રે સંગઠિત રાખવામાં પત્રિકાનું મુખ્ય યોગદાન રહ્યું છે. દર પહેલી તારીખે કાગડોળે રાહ જોવાનું પત્રક એટલે ચોક્કસ જ "પાલવાડા સમાજ પત્રિકા"

પુત્ર જન્મથી લઇ લગ્નવિષયક માહિતી, અભિનંદથી લઇ પ્રર્કિણ સુધીની તમામ માહિતી સભર સમાજનું પ્રતિબિંબ એટલે આપણી પાલવાડા સમાજ પત્રિકા. સામાજિક માહિતીથી ઘરે ઘર સંભારણું પ્રસારિત કરતુ માધ્યમ એટલે પાલવાડા સમાજ પત્રિકા. અનેક ઇતિહાસની નોંધનીય પ્રવૃત્તિની સાક્ષી રહી છે, એવી આ પત્રિકા આજના આધુનિક સમયમાં પણ સાતત્યપૂર્ણ રીતે નિયમિત પ્રકાશિત થાય છે. ‌

પાલવાડા ઔદીચ્ય મંડળ વિશે

આજથી પૂરા ૯૮ વર્ષ પહેલા ૧૯૧૩ માં સુરત ખાતે બ્રહ્મ સમાજનું દશમું અધિવેશન યોજાયું હતું. આ અધિવેશન માંથી જુદા જુદા સ્થળે સંગઠન સ્થાપી વિવિધ પ્રવૃતિઓ આદરવાનું આહવાન થયું. ઉત્તર ગુજરાતથી ૧૦૩૭ જેટલા બ્રાહ્મણો માંથી ૧૦૦૦ બ્રાહ્મણો દક્ષિણ ગુજરાતના પાલવાડા ના ૧૨ ગામોમાં સ્થિર થયા અને સહસ્ત્ર બ્રાહ્મણ કહેવાયા. આ બાર ગામના જ્ઞાતિજનો જુદા જુદા ક્ષેત્રમાં આગળ વધતા સુરત ખાતે સ્થિર થયા.વિવિધ પ્રવૃતિઓમાં પરોવાયા. આજથી પૂરા ૬૪ વર્ષ પહેલા એટલે કે ૧૯૪૭ માં સુરત જિલ્લાને આવરી લઇ જ્ઞાતિજનોએ "સુરત જિલ્લા ઔદીચ્ય મંડળ" ના નામે સંગઠન શરુ કર્યું.જેના પ્રથમ પ્રમુખ સ્વ. રમણીકલાલ વજેરામ જોષી, મંત્રી રમણલાલ રણછોડજી ભટ્ટ અને ખજાનચી સ્વ. ડૉ. સુરેશચંદ્ર ગણપતિશંકર વ્યાસ હતા. સુરત જિલ્લાનો તે સમયનો બહોળો વિસ્તાર અને વસ્તીનો વ્યાપ જોતા પ્રત્યેક પરિવાર સુધી પહોંચવું કઠીન જણાતા સ્વ. રમણીકલાલ વજેરામ જોષીએ કે જેઓ "નવસર્જન" મુખપત્રના તંત્રી હતા.

પાલવાડા સમાજ પત્રિકાના હોદ્દેદારો.





શ્રી ગૌતમ મગનલાલ ઉપાધ્યાય
તંત્રી : પાલવાડા સમાજ પત્રિકા : પાલવાડા સમાજ પત્રિકા



શ્રી આનંદ દિપકચંદ્ર પાઠક
વ્યવસ્થાપક : પાલવાડા સમાજ પત્રિકા : પાલવાડા સમાજ પત્રિકા



શ્રી હેમેન દિનેશચંદ્ર દેસાઈ
સહ તંત્રી : પાલવાડા સમાજ પત્રિકા



શ્રી પ્રણવ તૃષારભાઈ ત્રિવેદી
સહ વ્યવસ્થાપક : પાલવાડા સમાજ પત્રિકા : પાલવાડા સમાજ પત્રિકા


શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત ના હોદ્દેદારો





શ્રી પાર્થ પ્રકાશભાઈ દેસાઈ
પ્રમુખ: શ્રી પા. ઔ.મં ,સુરત



શ્રી સુધીર ચંદ્રકાન્ત ભટ્ટ
ઉપપ્રમુખ શ્રી પા .ઔ.મં ,સુરત



શ્રી કેતન વીરેન્દ્ર ઉપાધ્યાય
ઉપપ્રમુખ શ્રી પા .ઔ.મં ,સુરત



શ્રી કેયુર ઇન્દ્રજીત ભટ્ટ
મંત્રી શ્રી પા .ઔ.મં ,સુરત



શ્રી યોગીન દર્શનચંદ્ર પાઠક
સહ મંત્રી શ્રી પા .ઔ.મં ,સુરત



શ્રી આનંદ દિપકચંદ્ર પાઠક
ખજાનચી શ્રી પા .ઔ.મં ,સુરત


પ્રમુખશ્રીનો સંદેશ

વ્હાલા પાલવાડાજનો - જ્ઞાતિજનો,

નમસ્કાર.... આપણું મુખપત્ર "પાલવાડા સમાજ" માટેની વેબસાઈટ નું પુનઃ સિધ્ધિ ની દ્વિવિધ ઊર્મિ અનુભવું છું. અગાઉ પણ શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત એ (સંચાલક મંડળે) વેબસાઈટ દ્ધારા જ્ઞાતિજનો ને મળવાના શુભ પ્રયત્નો ખાસ્સા સમય માટે પ્રસારિત કરતા આ પ્રણાલી ના અનેક વિઘ્નો વચ્ચે પ્રયાસો ખોટકાતા રહ્યા જેનો અમોને ખેદ છે જ. કાર્યકરોની શુભ ભાવના સાથે પ્રારંભાયેલા નિષ્ઠાવાન પ્રયત્નોને પરમકૃપાળુ ની દયા થકી સિધ્ધિ ની મજલે પહોંચાડીએ છીએ ત્યારે કંઈક કરી શક્યા નો સંતોષ સ્વાભાવિક થાય જ છે.

પાલવાડા પત્રિકા જ્ઞાતિજનો ને એકમેકથી જોડતું એકમાત્ર અને અદ્ધિતીય માધ્યમ છે. એ નિર્વિવાદ અને સર્વસ્વીકાર્ય પાયાની હકીકત છે જ્ઞાતિસેવા અને સમ્યક - ગઠન - સંગઠન એ બે ઉચ્ચ આદર્શો ને સમર્પિત પત્રિકા ના આ પુનઃપદાર્પણ પ્રસંગે પરમેશ્વર ને ઊંડા અંતરેથી પ્રાર્થના કે વેબસાઈટ ...

તંત્રી / વ્યવસ્થાપક નો સંદેશ

વષૅ ૨૦૨૧ ના ગ્લોબલ વલ્ડૅમાં આપનું સ્વાગત છે. હાલના સમયનો અતિવિકાસ પામતું એક નવું જગત એટલે ઓનલાઈન જગત આ વિશાળ ફલક પર આજે ફરી હરણફાળ ભરવા સજ્જ થઈ આપ સમક્ષ અમે ઉપસ્થિત થયા છે. કોમ્યુટરથી લેપટોપ અને લેપટોપથી ચાલેલી આ ઓનલાઈન સફર હાથેળીમાં જાણે વિશ્વની ખબર, માહિતી અને વિવિધ પ્રકારની ઉપલબ્ધિઓ આવી ગઈ છે. આ જગત સાથે નાના મોટા સૌ અનેક રીતે ખૂબ ઝડપથી અને મોટાપ્રમાણમાં જોડાતા ગયા છે. આ સૌ સાથે અમે પાલવાડા સમાજ પત્રિકા પ્રકાશન સામિતિ અને સમગ્ર સંસ્થા શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત પણ નવયુગનો પ્રારંભ કરતા પત્રિકાને ડિજીટલ માધ્યમ પર આપની સમક્ષ પ્રકાશિત કરવા જઈ રહયા છે. આપશ્રી સૌ હવે ઝડપી સવલતના સમય મુજબ અને સવલત પ્રમાણે તમારી જગ્યાએ બસ ઈન્ટરનેટની એક કલીક કરી મોબાઈલના માધ્યમથી પત્રિકા જોઈ શકશો. ડિજીટલ પ્લેટફોમૅ અને હાલની ઓનલાઈન દુનિયા સાથેનો પાલવાડા સમાજ પત્રિકાનો અમે ભવિષ્યનો નવો પાયો નાંખવા જઈ રહ્યા છીએ.

શુભેચ્છક